મોરબી બહુજન સમાજ પાર્ટીમાં મોરબી જિલ્લા સંગઠનના હોદ્દેદારોની નિમણૂંક
ગુજરાત પ્રદેશ પ્રમુખના આદેશથી આજે મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ મુસાભાઈ અભરામભાઈ ચાનિયાએ જિલ્લામાં વિવિધ પદાધિકારીઓની નિમણૂંક કરી છે જેમાં મોરબી જિલ્લા મહિલા પ્રમુખ ભાગ્યશ્રી બેન ચૌહાણ, મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે ઇશ્વરભાઇ ચાવડા, મહાસચિવ તરીકે વણોલ કિશોરભાઈ, સચિવ તરીકે પ્રવીણભાઈ સુકલ, ખજાનચી તરીકે ચાવડા રાજુભાઈ અને સંયોજક બામસેફ તરીકે વણોલ મનુભાઈની પસંદગી કરવામાં આવી છે ત્યારે બહુજન પાર્ટીના તમામ પદાધિકારીઓ કામગીરી નિષ્ઠાપૂર્વક આગળ વધારશો અને જવાબદારી સાથે સંગઠન મજબૂત બનાવશે તેવી આશા સાથે પ્રદેશની સુચના મુજબ જિલ્લા પ્રમુખ દ્વારા નિમણૂંક કરવામાં આવી છે.


