HomeCrimeહળવદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મિઠાઈ અને ફરસાણના 6 સેમ્પલો લીધા -...

હળવદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મિઠાઈ અને ફરસાણના 6 સેમ્પલો લીધા – રીપોર્ટની રાહ

Advertisement
Advertisement

હળવદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મિઠાઈ અને ફરસાણના 6 સેમ્પલો લીધા – રીપોર્ટની રાહ


હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં દિવાળીના તહેવાર નિમિત્તે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે વધુ નફાની લ્હાયમાં માવા કે ઘી કે અન્ય ચીજ વસ્તુઓ ભેળવીને વેપારીઓ વેચાણ કરવાનાં બનાવો સામે આવતા હોય છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોય છે ત્યારે હળવદ શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ઇન્સ્પેક્ટર નીરવ ચૌહાણ દ્વારા 6 જેટલા સેમ્પલો લેવાયા હતા જેમાં માવો, પેંડા,સક્કરપારા તેમજ ફરસાણના સેમ્પલો લેવાયા હતા પરંતુ આ સેમ્પલો આખરે એકાદ મહિના બાદ રિપોર્ટ આવશે ત્યારે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને તગડો નફો કમાયા બાદ માત્ર સામાન્ય દંડ ફટકારીને સંતોષ માની લેતું તંત્ર દાખલારૂપ કામગીરી કરશે તે લોકચર્ચા જાગી છે બીજી તરફ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ મહિનામાં એકાદ વખત મોરબી જિલ્લામાં આવેલી દુકાનમાં સેમ્પલો લેવામાં આવે છે જોકે અગાઉ કામગીરી થઈ હતી તે પણ વિવાદસ્પદ રહી હતી ત્યારે આ વખતે ફુડ ઇન્સ્પેક્ટર દ્વારા રીપોર્ટ બાદ કેવી પ્રકારની કામગીરી હાથ ધરશે તે જોવાનું રહ્યું.

RELATED ARTICLES

Most Popular