હળવદના ગોલાસણ ગામની સીમમાંથી અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
હળવદ પોલીસ દ્વારા દેશી અને અંગ્રેજી દારૂને હેરાફેરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે ગોલાસણ ગામની સીમમાં આવેલી વાડીએ રેડ કરતા અંગ્રેજી દારૂનો જથ્થા સાથે એક ઝડપાયો હતો જેમાં પોલીસે અલગ અલગ બ્રાન્ડની 195 બોટલ જેની કિંમત 2,53 લાખનો દારૂ સાથે એકની ધરપકડ કરી છે તેમજ અન્ય એક ફરારને પકડવાની કામગીરી હાથ ધરી છે.
હળવદ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદ પોલીસની ટીમને ગોલાસણ ગામની સીમમાં અંગ્રેજી દારૂ હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા ગોલાસણ ગામની સીમમાં આરોપીની વાડીએ રેડ કરતા અંગ્રેજી દારૂનો કુલ 195 બોટલ જેની કિંમત 2,53,500 તેમજ મોટરસાયકલ જીજે 13 જેજે 0490 કિંમત 30 હજારનુ ઝડપી લીધું હતું જેમાં તેજસ ઉર્ફે પીન્ટુ નરસિંહભાઈ લાઘણોજા રહે ખાખરેચી વાળાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય સુરેશ જેસીંગભાઇ સુરેલા રહે ગોલાસણ વાળાને પકડવા માટે પોલીસ દ્વાર કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસની આ રેડમાં હળવદ પીઆઈ આર.ટી વ્યાસ, અજીતસિંહ સિસોદિયા, દિનેશભાઈ બાવળીયા, દેવેન્દ્રસિંહ ઝાલા, વનરાજસિંહ રાઠોડ, હરવિજયસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, સાગરભાઇ કુરિયા તથા સંજયભાઈ લકુમ સહિતના જોડાયા હતા.


