હળવદમાં ખોવાયેલા 25 મોબાઇલ શોધી કાઢી અરજદારોને પોલીસે કર્યા પરત
હળવદ પોલીસ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્ર પોલીસે સાર્થક કરી આજે 4.76 લાખથી વધુ કિંમતનાં ખોવાયેલા 25 જેટલા મોબાઈલો અરજદારોને હળવદ પોલીસ દ્વારા પરત કર્યા છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સુચના મુજબ પ્રજા કલ્યાણ અને પ્રજા ઉપયોગી કાર્યવાહીના ભાગરૂપે હળવદ પીઆઈ આર.ટી વ્યાસ તેમજ પોલીસ સ્ટેશન સુપરવિઝન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારોના ખોવાયેલ તેમજ ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય ત્યારે પોલીસ CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરિંગ રાખી ટેકનિકલ સર્વેલન્સથી 25 મોબાઈલ જેની કિંમત ₹4,76,187 શોધી કાઢીને અરજદારોને પરત કર્યા છે.


