હળવદના સુખપર પાસે બે રાહદારી ભાઈઓને ટ્રકે અડફેટે લેતા એકનુ મોત – એક ઈજાગ્રસ્ત
હળવદ ધાંગધ્રા હાઈવે પર સુખપર ગામ નજીક ચાલીને જતા બે સગા ભાઈઓને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા એક ભાઈનું મૃત્યુ થયું જ્યારે બીજા ભાઈને ઈજાઓ પહોંચી હતી અકસ્માત અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ ધાંગધ્રા રોડ પર સુખપર નજીક ફરિયાદી ઘનશ્યામભાઈ વિરગામા તેમજ તેમના ભાઈ રાણાભાઇને જીજે 12 બીવી 5134 નંબરના ટ્રક ચાલકે અડફેટે લેતા રાણાભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ઘનશ્યામભાઈને ઈજાઓ પહોંચી હતી અકસ્માતને ઘટના બાદ ટ્રક ચાલક નાસી જતાં બનાવ અંગે ફરીયાદીએ હળવદ પોલીસ મથકે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


