HomePoliticsમોરબી જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીની ઉમેદવારી માટે લોબિંગ શરૂ- આમ...

મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીની ઉમેદવારી માટે લોબિંગ શરૂ- આમ આદમી પાર્ટીની લડી લેવાની તૈયારી

Advertisement
Advertisement

મોરબી જિલ્લા અને તાલુકા પંચાયત ચુંટણીને લઈને હવે વિવિધ પાર્ટીઓમાંથી ચુંટણી લડવા માગતા ઉમેદવારોએ પોતાનાં સોગઠાં ગોખવાની શરુઆત કરી દીધી છે અને આ વખતે મોરબી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી રસપ્રદ પણ રહેવાની છે કારણકે કોંગ્રેસ અને ભાજપના કેટલાક હોદ્દેદારોએ અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના ખેસ ધારણ કરી લીધાં છે અને જે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે થતી ચુંટણી ત્રિપાંખિયો થવાની શક્યતા વધારી છે જોકે આમ આદમી પાર્ટી દ્વારા પણ ચુંટણીમાં ઝંપલાવશે અને દમખમથી લડીને તાલુકા અને જિલ્લા પંચાયત કબજે કરવાનો વિશ્વાસ આમ આદમી પાર્ટીના પ્રમુખ ચંદુભાઈ મોરીએ જણાવ્યું હતું બીજી તરફ ભાજપ સત્તામાં છે અને ભાજપમાંથી ચુંટણી લડવા માગતા ઉમેદવારોએ અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધાં હોવાનાં સુત્રો પાસેથી જાણવા મળ્યું છે અને જુનાં કાર્યકર્તાઓની પહેલી પસંદગી એટલે આયાતીઓને ટીકીટો મળવાનાં ચાન્સ ખુબજ ઓછાં છે કારણકે જુનાં કાર્યકરોની પહેલી પસંદગી ના થાય તો અત્યારની પરિસ્થિતિ મુજબ ભાજપ માટે કપરાં ચઢાણ રહે તો નવાઈ નહીં. બીજી તરફ કોંગ્રેસને હવે નવાં જિલ્લા અને તાલુકા પ્રમુખો મળતાં નવી રણનીતિ નક્કી કરાશે પરંતુ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની હજુ તો ઘણી વાર છે પરંતુ અત્યારથી જ ભાજપમાંથી ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ લોબિંગ શરૂ કરી દીધી હોવાની સુત્રો પાસેથી જાણવા મળ્યું છે અને આયાતીઓને ટીકીટો મળવાનાં ચાન્સ ખુબજ ઓછાં હોવાની અંગત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

Most Popular