હળવદ ધાંગધ્રાના ધારાસભ્યનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ચરાડવા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતી વેળાએ ગ્રામ પંચાયતના સદસ્યએ રોડના કામ બાબતે રજૂઆત કરતા ત્યાં હાજર રહેલા ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયનાં કારોબારી ચેરમેન સાથે રકઝકનો વીડીયો વાયરલ થયો છે જેમાં ધારાસભ્યને વિકાસના પ્રશ્નો કરતાં ચાલતી પકડી હતી. હળવદના ચરાડવામા ગતકાલે હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા વિકાસ અધિકારી, મોરબી જિલ્લા કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગરા તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને સરકારી હોસ્પિટલમાં મૂલાકાત વેળાએ ગ્રામ પંચાયતના સદસ્ય ચંદુભાઈ મોરીએ ચરાડવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવાના રસ્તા બાબતે રજૂઆત કરી હતી જોકે આ રજૂઆત ઉગ્ર બની હતી અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એક બાજુ હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય વિકાસની ડંફાસો મારે છે બીજી તરફ રોડ-રસ્તાની રજૂઆત નાગરિકો કરે તો ચાલતી પકડે છે બીજી તરફ થોડાં દિવસો પહેલાં સરાથી સુદરી ભવાની રોડનાં ખાતમુહૂર્ત મુહુર્તમાં પણ ધારાસભ્યનો રીતસરનો ઉધડો લેવાયો હતો ત્યારે હવે લોકો વિકાસ ઝંખે છે અને પ્રશ્નો કરે તો મતથી ચુંટાયેલા પ્રતિનિધિઓને ગમતું નથી અને પ્રશ્નોના જવાબ આપવાના પડે એટલે ચાલતી પકડે છે ત્યારે હવે આશરે 10 હજારની વસ્તી ધરાવતા ચરાડવા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવા માટે સારો રસ્તો ક્યારે બનશે અને આ વિડિયો વાયરલ થયાં બાદ તંત્રનું પાણી હલશે કે કેમ? તે જોવાનું રહ્યું.


