HomeUncategorizedહળવદના રાતાભેર ગામે વાહનો પકડી સંતોષ માનતું તંત્ર ખનન થયેલી ખાણો માપવામાં...

હળવદના રાતાભેર ગામે વાહનો પકડી સંતોષ માનતું તંત્ર ખનન થયેલી ખાણો માપવામાં કોની લાજ કાઢી રહ્યું ?

Advertisement
Advertisement

હળવદના રાતાભેર ગામે વાહનો પકડી સંતોષ માનતું તંત્ર ખનન થયેલી ખાણો માપવામાં કોની લાજ કાઢી રહ્યું ?

હળવદના રાતાભેર ગામે છેલ્લાં કેટલાક સમય પહેલા હિટાચી મશીનથી ડંમ્પરો ભરી ભરીને ગેરકાયદે ખનન ચાલતું હતું અને જે અહેવાલ પ્રસારીત થતાં ખાણખનીજ વિભાગ ઘોર નિદ્રામાંથી પોતાની સાખ બચાવવા દરોડો પાડયો હતો અને જેમાં કામગીરી બતાવવા અને પોતાની પીઠ થપથપાવા વાહનો પકડી પાડ્યા હતા પરંતુ વાહનોનો દંડ ફટકારીને સંતોષ માની લેતાં ખાણખનીજ વિભાગને ડુંગરા ખોદીને ઉંડા ખાડાઓ કરી નાખીને લાખો રૂપિયાની કમાણી કરી લેતા ખનન માફિયાઓ શાં માટે નથી દેખાતાં? અને ખાડાઓ કેમ માપણી કરીને દંડ કેમ નથી ફટકારતાં? શું ખરેખર ખાણખનીજ વિભાગને કામગીરી કરવી છે કે પછી પોતાની પીઠ થપથપાવા વાહનો પકડી કામગીરી કરી છે ? બીજી તરફ હળવદના રાતાભેર ગામે ડુંગરાઓ ખોદીને ખાણ કરી દીધાં હોવાનાં વિડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં તો તેને દંડ ફટકારવામાં ખાણખનીજ વિભાગ કોની લાજ કાઢી રહ્યું છે તેની ચારેતરફ ચર્ચા જાગી છે બીજી એવી પણ ચર્ચા સાંભળવા મળી છે કે પાછળનાં દરવાજે બધી ખાણખનીજ વિભાગને ખબર જ હોય છે પરંતુ હવે શું કાર્યવાહી કરવામાં આવશે અને કરવામાં આવશે કે કેમ? આ બધાં સવાલો ઉઠી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular