મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે સ્વાતંત્ર દિવસની ઉજવણી
મોરબી જિલ્લામાં આન બાન અને શાનથી રાષ્ટ્રીય તહેવાર એવા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ભાવભેર કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા પંચાયત પરિવાર દ્વારા ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મોરબી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગરાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ કરી પર્યાવરણનો પણ સંદેશો આપ્યો હતો.


