હળવદના રાતાભેર ગામે જુગારધામ પકડાયું – સાત સામે ફરિયાદ દાખલ
હળવદના અલગ અલગ વિસ્તારોમાં જુગારધામ ચાલતી હોવાની ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા દોરોડો પાડીને કાર્યવાહી કરવામાં રહી છે તેમાં હળવદના રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓ પકડાયા છે જેમાં પોલીસે તેમની પાસેથી 11,200નો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે સાથે જ વિપુલભાઈ વરસિગભાઈ કેરવાડીયા, વનરાજભાઈ નાગજીભાઈ ચૌહાણ, ભુપતભાઈ હનુભાઈ મકવાણા,સામતભાઈ રામજીભાઈ કેરવાડીયા, મુન્નાભાઈ કાળુભાઈ કેરવાડીયા, સંજયભાઈ નાથાભાઈ કેરવાડીયા અને નવઘણભાઈ તેજાભાઈ કુણપરા સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરી છે.


