હળવદમાં તક્ષશિલા પીટીસી કોલેજમા ક્વિઝ કોમ્પિટીશન યોજાઈ
મોરબી જિલ્લાની એકમાત્ર ડીએલએડ કોર્ષ ચલાવતી તક્ષશિલા પીટીસી કોલેજમા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરાયુ હતુ આ સ્પર્ધામાં કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, આર્યભટ, શુભાંશુ શુક્લા અને આઈન્સ્ટાઈન એમ વિદ્યાર્થીઓના પાંચ ગ્રુપ બનાવેલ હતા જેમા ખાંભરા મોહિલ કિશોરભાઈ,બાવરવા જીત અશોકભાઈ,ધા.પરમાર ચિંતન હિરાલાલભાઈ,કણઝારીયા અમિત મુકેશભાઈ,તારબુંદિયા ધ્રુવિલ ઈશ્વરભાઈ,ભરવાડ મનોજ રમેશભાઈ ,રાઠોડ વિરલ ખીમજીભાઇ,કૈલા વિશ્વાસ આશિષભાઈ,સોલંકી અતુલ નિતેશભાઈ, પૈજા વિવાન રજનીકાંતભાઈ
આ વિદ્યાર્થીઓનું ગ્રુપ વિજેતા થયેલ હતુ આ ક્વિઝમાં ભારતનું બંધારણ, સાંસ્કૃતિક વારસો, કરન્ટ અફેર્સ અને સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નોનો સમાવેશ થયેલ હતો. વિજેતા વિદ્યાર્થીઓને બાલસભા અને ગીત સંગીત કાર્યક્રમમાં કામ લાગે તેવી સંગીત પોથી બુક ગિફ્ટ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તક્ષશિલા સંકુલના એમડી ડો. મહેશ પટેલ અને પરમાર પ્રફુલભાઈએ કર્યું હતું.


