મંગલમ વિદ્યાલયના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પરીક્ષામાં અવ્વલ
દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6ના બાળકોની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને ધોરણ 9ના બાળકો માટે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા લેવામાં આવે છે આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં ધોરણ 6 અને ધોરણ 9માં અભ્યાસ કરતા બાળકો આપે છે હાલમાં જ શિક્ષણ વિભાગ દ્વારા આ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં સમગ્ર હળવદ તાલુકામાં મંગલમ વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગજ્જર અક્ષતાએ પ્રથમ નંબર મેળવી શાળાનું અને તેના માતા પિતાનું નામ રોશન કર્યું છે તો સાથે જ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં પણ સમગ્ર તાલુકામાં અવ્વલ મંગલમ વિદ્યાલયનો વિદ્યાર્થી પટેલ દેવર્ષ દિલીપભાઈનો આવ્યો હતો ત્યારે આ બંને વિદ્યાર્થીને શાળાના સંચાલક અશોકભાઈ પટેલ અભિનંદન પાઠવ્યા હતા તો સાથે શાળાના આચાર્ય દલસુખભાઈ કાલરીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી સાથે ભવિષ્યમાં પણ આવી જ સફળતા પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.


