HomeUncategorizedચમત્કારને નમસ્કાર - મોરબીમાં થયેલાં જન આદોલનની અસર હળવદમાં ખાડાનુ સમારકામ શરૂ

ચમત્કારને નમસ્કાર – મોરબીમાં થયેલાં જન આદોલનની અસર હળવદમાં ખાડાનુ સમારકામ શરૂ

Advertisement
Advertisement

ચમત્કારને નમસ્કાર – મોરબીમાં થયેલાં જન આદોલનની અસર હળવદમાં ખાડાનુ સમારકામ શરૂ

મોરબીમાં થયેલા જન આંદોલન બાદ હળવદ નગરપાલિકા પણ હરકતમાં આવી છે લાંબા સમયથી વાહન ચાલકો ખાડારાજથી ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યાં અચાનક ખાડાનુ સમારકામ શરૂ કરી દીધું છે. હળવદ નગરપાલિકા સત્તાના નશામાં ચુર થઈ ખાડાઓનુ સમારકામ ટાળી રહ્યું હતું પરંતુ બે દિવસમાં મોરબી મહાનગરપાલિકા તંત્રને જનતાએ આક્રોશ બતાવ્યો હતો અને જેને લઈને રાત દિવસ ખાડાનુ સમારકામ કરવા મજબુર બનવું પડ્યું હતું ત્યારે હળવદ નગરપાલિકા સફાળું જાગ્યું હતું અને નાનામા નાના ખાડાઓનું પણ સમારકામ કરીને હાશકારો અનુભવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાય સમયથી નગરજનો ખાડારાજથી ત્રાહિમામ પોકારી ચુક્યા હતા પરંતુ મોરબીમાં નગરજનોએ ચમત્કાર બતાવ્યો અને ત્યારબાદ તંત્રએ નમસ્કાર કર્યા અને આ જન આંદોલન હળવદમાં પ્રસરે તે પહેલા જ પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને ઠેરઠેર ખાડાનું સમારકામ કરવાનું શરૂ કર્યું હતું.

RELATED ARTICLES

Most Popular