હળવદ પોલીસે દેશી દારૂ ભરેલી બે કાર ઝડપી પાડી – 15 લાખનો મુદામાલ જપ્ત
હળવદ પોલીસે પાકી બાતમીના આધારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રેડ કરતા બોલેરો કાર તેમજ થાર કાર જેમાં 500 લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો .આરોપી અશ્વિન ઉર્ફે ચંદુભાઈ ખાંભલીયા સહિત બે વિરુદ્ધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી હળવદ પોલીસે 500 લીટર દારૂ કિંમત રૂપિયા 1 લાખ તેમજ થાર ગાડી કિંમત રૂપિયા 10 લાખ બોલેરો ગાડી કિંમત 4 લાખ સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન ગુનો દાખલ કરી આગળની કામગીરી હાથ ધરી છે આમતો હળવદનું સુંદર ગઢ ગામ દેશી દારૂ માટે જાણીતું છે અને દારૂનું વેચાણ કરતા આરોપીની અવાર નવાર ડેમના કાંઠે ભઠ્ઠીઓ પકડાઈ ચૂકી છે ત્યારે વારંવાર નોંધાયેલા ગુનાના આરોપી સામે હવે પાસા તળે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે


