HomeUncategorizedપુત્રની હત્યા કરનાર પિતાની પોલીસે કરી ધરપકડ

પુત્રની હત્યા કરનાર પિતાની પોલીસે કરી ધરપકડ

Advertisement
Advertisement

પુત્રની હત્યા કરનાર પિતાની પોલીસે કરી ધરપકડ

હળવદ તાલુકાના ચરાડવા ગામે બુધવારે યુવાન દીકરાને તેના જ બાપે હત્યા કરી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી આ બનાવમાં પોલીસે દીકરાની હત્યા કરનાર પિતાની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો સાથે ઘટનાને પગલે મોરબી જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ તાલુકાના ચરાડવા ગામે નવા તળાવ પાસે રહેતા દેવજીભાઈ કરસનભાઈ સોલંકી અને તેમનો દીકરો મનોજ દેવજીભાઈ સોલંકી ઉંમર વર્ષ 25 બંને બાપ દીકરો ઘરે એકલા જ રહે છે
અને કામને લઈ અવારનવાર બાપ દીકરા વચ્ચે બોલાચાલી થતી હતી જોકે બુધવારે પિતા દેવજીભાઈએ પુત્ર મનોજ ખાટલામાં સુતો હતો ત્યારે દોરી વડે ગળો ટૂંપો આપીને હત્યા નીપજાવી દીધી હતી જ્યારે આ ઘટનામાં લાશને મોરબી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.

આ બનાવમાં મૃતકના પિતરાઈ દિનેશ મગનભાઈ સોલંકીએ ભાઈએ હળવદ પોલીસ મથકે દેવજીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા દીકરાની હત્યા નીપજાવનાર પિતા દેવજીભાઈ કરસનભાઈની ઘરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular