હળવદના સુર્યનગરમાં જિલ્લા વિકાસ અધિકારીએ ભુલકાઓને કરાવ્યો શાળા પ્રવેશોત્સવ
સમગ્ર રાજ્યમાં શાળાઓમાં 26થી 28 જૂન સુધી રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે અને જે અંતર્ગત મોરબી જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે હળવદ તાલુકાના સૂર્યનગર ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ પ્રજાપતિ,ચિફ ઓફિસર હળવદ તુષારભાઈ જાલોરીયા, જિલ્લા પંચાયત સદસ્ય લીલાબેન રવજીભાઈ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ ઝિઝુવાડીયા, સરપંચ મકનભાઈ પરમાર,સીઆરસી કો ઓર્ડીનેટર વિનોદભાઈ વિધાણી, એસએમસી સભ્યો,ગ્રામ પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.હળવદ તાલુકાના વિવિધ ગામોમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આયોજન કરવામાં આવી રહ્યું છે અને બાળકોને આવકારવામાં આવી રહ્યા છે ત્યારે આજે સુર્યનગર ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.





