હળવદના ઢવાણા ગામની સીમમાં જુગાર રમતા ચાર પકડાયા – પાંચ બાઈક કબજે
હળવદ તાલુકાના ઢવાણા ગામની સીમમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા દરોડો કરતા જુગાર રમતા ચાર આરોપીઓ પકડાઈ ગયા હતા જેમની પાસેથી રોકડ રૂપિયા 12.400 તથા 5 મોટરસાયકલ કિંમત રૂપિયા 1 લાખ મળીને કુલ 1,12,400 ના મુદ્દામાં સાથે ચાર જુગારીઓને પકડી પાડ્યા હતા તો સાથે જ મળી આવેલા પાંચ મોટરસાયકલના ચાલકને ઝડપી પાડવા આગળની કાર્યવાહી ધરી છે. ઢવાણાની સીમમાં પકડાયેલાં જુગારીઓમાં રસિકભાઈ ઉર્ફે ભેણીયો મોહનભાઈ તલસાણીયા, અશોકભાઈ ઉર્ફે વીજળી ઓઘડભાઈ સાદરીયા, રસિકભાઈ ઉર્ફે ગીધો વેલાભાઈ દુધરેજીયા અને ધીરુભાઈ બચુભાઈ સોરઠીયા પકડાયા હતા જ્યારે જીજે 36 ક્યું 0296,જીજે 13 એબી 5642, જીજે 36 એબી 3577 જીજે 36 એચ 2210 અને જીજે 36 ઈ 3033ના ચાલકોને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.


