હળવદના ચરાડવામાં ગટરની ગ્રાન્ટ ફાળવવા સાંસદને લેખિતમાં રજૂઆત
હળવદના ગામડાઓમાં વિવિધ શેરીઓમાં નીકળતા અને ચોમાસામાં ભરાઈ રહેતાં દુષિત પાણીથી પ્રજા ત્રાહિમામ પોકારી ચૂકી છે અને જેને લઇ રોગચાળાનો ખતરો પણ વધી રહ્યો છે ત્યારે આ ખતરાને ટાળવા માટે ચરાડવાના ચંદુભાઈ ઈશ્વરભાઈ મોરીએ સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરાને લેખિતમાં હળવદ તાલુકાના ચરાડવા ગામે ગટરની તાત્કાલિક જરૂરિયાત બાબતે રજૂઆત કરી છે જેમાં તેમણે જણાવ્યું કે ચરાડવા ગામમા ગટર લાઈન જેવી પાયાની સુવિધાથીની માંગ છે. ચૂંટણી સમયે વચન આપવામાં આવ્યા હતાં જે આપને યાદ કરાવીને લોકોને સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે વધુમાં જણાવ્યું હતું કે વરસાદ આવે ત્યારે ઘરોમાં પાણી ઘુસવા,નાના બાળકોને ગંદકીમાં પગ મૂકીને શાળાઓએ જવું, વડીલોને સવારે કાદવમાં ચાલીને મંદિરે જવું ,મહિલાઓ દુર્ગંધથી તકલીફ પડવી આ બધ તકલીફો દૂર કરવા સાથે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોડ જેવી બીમારીઓમાં સપડાવવાનો ભય છે જેથી કરીને વહેલામાં વહેલી તકે દુર્ગંધ મુક્ત ચરાડવા ગામ થાય તે માટે ગટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.


