HomeUncategorizedમાલણીયાદનો ભરવાડ સમાજના પશુપાલકનો પુત્ર બન્યો ફાયરમેન

માલણીયાદનો ભરવાડ સમાજના પશુપાલકનો પુત્ર બન્યો ફાયરમેન

Advertisement
Advertisement

માલણીયાદનો ભરવાડ સમાજના પશુપાલકનો પુત્ર બન્યો ફાયરમેન

આજનાં આધુનિક યુગમાં સરકારી નોકરી મેળવવી લોઢાના ચણા સમાન છે પરંતુ સખત મહેનત અને સંઘર્ષ થકી બધુ જ શક્ય છે ત્યારે હળવદના માલણીયાદ ગામે પશુપાલકનો દિકરો રાજકોટ મહાનગરપાલિકામાં ફાયરમેન પંપ ઓપરેટર તરીકે ગતકાલે અષાઢી બીજનાં પવિત્ર દિવસે ઓર્ડર મેળવીને માદરે વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું માલણીયાદમા ભરવાડ સમાજ મોટાં ભાગે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે ત્યારે ગોલતર ગોકળભાઈ કરશનભાઈને રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં ફાયર વિભાગમાં ફાયર મેન પંપ ઓપરેટર તરીકે પસંદગી થતાં સમગ્ર ગોલતર નહીં પરંતુ ભરવાડ સમાજમાં આનંદ જોવાં મળ્યો હતો ગોલતર ગોકળના પિતાજી કરશનભાઈ અને મોટાભાઈ પશુ ચરાવવા જાય છે અને તેમાંથી જ રોજગારી મેળવે છે ત્યારે આ આનંદની ઘડીએ ગામમાં નવયુવાનનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular