HomeUncategorizedહળવદ ગ્રામ પંચાયતની ચુંટણી પરીણામ તાલુકા જિલ્લા પંચાયત બેઠક પર અસર ...

હળવદ ગ્રામ પંચાયતની ચુંટણી પરીણામ તાલુકા જિલ્લા પંચાયત બેઠક પર અસર પાડશે ? કોંગ્રેસ મજબૂત બનશે..!!

Advertisement
Advertisement

હળવદ ગ્રામ પંચાયતની ચુંટણી પરીણામ તાલુકા જિલ્લા પંચાયત બેઠક પર અસર પાડશે ? કોંગ્રેસ મજબૂત બનશે..!!

હળવદ તાલુકાના ગ્રામ પંચાયતની ચુંટણી પરીણામ આજે જાહેર થયાં છે અને આ પરીણામ ભાજપ માટે નિંદર હરામ કરી દે તેવાં છે કારણકે સત્તામાં બેઠેલા લોકોને નાગરીકોના પ્રશ્નો સાંભળવામાં કોઈ રસ નથી અને ખરું કહું તો તેમનું પણ કોઈ સાંભળતું નથી એટલે આ ગ્રામ પંચાયતના પરીણામ આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો ઉપર સીધી અસર થશે અને ભાજપનાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમા સત્તા છે વધુમાં વેગડવાવ અને મંગળપુર ગ્રામ પંચાયતમા પોતાનાં માનિતા સરપંચ જીતાડવા માટે ખુદ સુરેન્દ્રનગર સાંસદએ ખુબ મહેનત કરી હોવાની લોકો પાસેથી માહિતી મળી છે તો સાથે ખુદ તાલુકા પંચાયત પ્રમુખ પોતાનાં ગામ ઈશ્વરનગરમા તેમનાં સમર્થનથી ઉભા રાખેલાં ઉમેદવાર જીવાડી ન શક્યા બીજી તરફ પુર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને હાલમાં જ તાલુકા પંચાયત સદસ્યે સમર્થન આવેલા ઉમેદવારને વિજય બનાવવામાં નિષ્ફળ નિવડ્યા છે જોકે આજે જાહેર થયેલા પરિણામો હવે ભાજપને ફટકો આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે એક નેતાએ કહ્યું હતું આ ભાજપનાં સંગઠનની પરીક્ષા હતી અને આમાંથી મોટાભાગના ગામોના પરીણામ તાલુકા અને જિલ્લા પંચાયતમા કોંગ્રેસ તરફી રહેવાનાં એંધાણ છે અને આનું કારણ માત્ર કાર્યકરોમાં કામ નહી થતું હોવાની નિરાશા,જુના જોગીઓની અનદેખી, અમુક કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા અથવા રાજીનામું લીધું આ બધાં સમીકરણો છે અને હજુ આ ગામના પરીણામ ભાજપને જગાડે તો ભલે નહીતર હવે વિપક્ષમાં બેસવાની વ્યવસ્થા છે જ..!!!

RELATED ARTICLES

Most Popular