હળવદમાં કુંભાર દરવાજા પાસે નુતન મંદિરમાં શ્રી રામદેવપીરની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
હળવદ શહેરમાં કુંભાર દરવાજા પાસે ભવ્ય નુતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને આ મંદિરમાં શ્રી રામેશ્વર મહાદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રી રામદેવપીર મહારાજ તથા હરભુજી મહારાજ તથા બહેન સગુણા તથા લાલ ભાણેજ તથા બાપા સીતારામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અષાઢ સુદ 2 શુક્રવાર 27ના શુભ દિને નિર્ધારેલ છે જેમાં તારીખ 26ને ગુરૂવારના સવારે 8 વાગ્યે ગણેશ સ્થાપન અને ગ્રહશાંતિ, સવારે 10:30 વાગ્યે વાસ્તુ પૂજન તેમજ હવન, 11વાગ્યે જળયાત્રા, 2 વાગ્યે નગરયાત્રા, સાંજે 7 વાગ્યે ધાન્યાવાસ રાતવાસ તેમજ તારીખ 27ને સવારે 9:30 વાગ્યે સંતોના સામૈયા 10:15 વાગ્યે દેવ સ્થાપન અને પ્રાણ પ્રતિષ્ઠા 10:30 વાગ્યે ધ્વજારોહણ અને આરતી અને 11 વાગ્યે અન્નકોટ દીપમાળા અને મહાપ્રસાદ 11 વાગ્યે બ્રાહ્મણની ભોજનશાળા ખાતે રાખવામાં આવ્યો છે તો સાથે આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વિવિધ મંદિરોના સંતો અને મહંતો પધારી ભક્તોને આશીર્વાદ પાઠવશે.તા 26ના ગુરુવારે બપોરે બે વાગ્યે લાઇવ ડીજેમા નગરયાત્રા નિકળશે જેમાં કલાકાર મોતીભાઈ ભરવાડ, શીતલમાં રાજપૂત અને સેજલબેન શોભાવત રમઝટ કરાવશે તો સાથે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાહિત્યકાર વાલભા ગઢવી અને ભજનીક ઈશ્વરભાઈ ભાલાણી ભજનની રમઝટ બોલાવશે ત્યારે આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ સહિતનાઓ ઉપસ્થિત રહેશે ત્યારે કુંભાર દરવાજા રામામંડળ તથા વોર્ડ નં 1ના તમાંમ સર્વે સમાજ અને શ્રી ખોડિયાર ગરબી મંડળ દ્વારા ભાવિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.



