હળવદ તાલુકાના જુના દેવળિયા ગામની સીમમાં અંગ્રેજી દારૂ બિયરનો જથ્થો સંતાડેલો હોવાની બાતમી મળતાં એલસીબી પોલીસે બાતમી વાળી જગ્યાએ વાડીની ઓરડીમાં રેડ કરી ઈંગ્લીશ દારુ અને બીયર સહીત કુલ રૂ 1.95 લાખનો મુદામાલ કબજે લઈને આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના જુના દેવળિયા ગામની સીમમાં કમલેશ માવજીભાઈ ભોરણીયાની વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસની ટીમે રેડ કરી હતી જ્યાં વાડીની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની 180 બોટલ કીમત અને બીયર નંગ 744 કીમત રૂ 74400 મળીને કુલ રૂ 1,95,400 નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી કમલેશ માવજીભાઈ ભોરણીયા રહે જુના દેવળિયા તા. હળવદ વાળો મળી આવ્યો ના હતો જેથી હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


