HomeCrimeહળવદના પલાસણના આધેડની હત્યા કેસમાં આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ

હળવદના પલાસણના આધેડની હત્યા કેસમાં આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ

Advertisement
Advertisement

હળવદના પલાસણના આધેડની હત્યા કેસમાં આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ

હળવદના ગોલાસણ અને પલાસણ વચ્ચે આધેડની માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લઈ તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મથકે મળેલી માહિતી મુજબ હળવદના પલાસણ ગામની સીમમાં તરશીભાઈ નાગજીભાઈ વિઠલાપરા ઉ.વ.45 રહે.પલાસણ વાળાને માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી જેમાં પોલીસે તપાસ કરતા જુનાં મનદુઃખનો ખાર રાખીને આરોપી ઝાલાભાઈ રામાભાઈ મુધવા ઉ.વ.47 રહે. પલાસણવાળાએ માથાના ભાગે પથ્થરના ઘા મારીને હત્યા નિપજાવી હતી. પોલીસે આ આરોપીને ઝડપી લઈ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular