હળવદના ઘનશ્યામગઢ ગામે જુગારધામ ઝડપાયું 10 સામે ગુનો દાખલ
હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વિવિધ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં બચુભાઈ જીવરાજભાઈ પટેલની વાડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે 7,58,500 રોકડા તેમજ એક વેગેનાર ગાડી જીજે 36 – આર 8893 સાથે કુલ રૂપિયા 9,58,500ના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા હતા.આ જુગારની રેડમા નિતેશ રતિલાલ આદ્રોજા, શંકરભાઈ બેચરભાઈ લોરીયા, દિલીપભાઈ ઉર્ફે અમુભાઈ કરસનભાઈ વામજા, કિરીટસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ બટુકસિંહ ઝાલા, મુકેશ બાબુલાલ થડોદા, મુકેશ ગોરધનભાઈ કૈલા, રણજીતભાઈ ગગજીભાઈ ચૌહાણ સુરુભા હનુભા ચૌહાણ, હરેશભાઇ અગરસંગ ભાઈ પરમાર, બચુભાઈ જીવરાજભાઈ સંઘાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કામગીરીમાં હળવદ પીઆઈ આર.ટી વ્યાસ તેમજ અજીતસિંહ સિસોદિયા, ગિરીશદાન ટાપરિયા, દિનેશભાઈ બાવળીયા, સાગરભાઇ કુરિયા, દિવ્યરાજસિંહ જાડેજા, વનરાજસિંહ રાઠોડ સંજયભાઈ લકુમ વગેરે જોડાયા હતા.


