HomeUncategorizedહળવદમા પાલિકાના બુલડોઝર નિચે સુઈને કરાયો| ડિમોલેશનનો વિરોધ - પાલિકા તંત્ર કુણું...

હળવદમા પાલિકાના બુલડોઝર નિચે સુઈને કરાયો| ડિમોલેશનનો વિરોધ – પાલિકા તંત્ર કુણું પડ્યું આપ્યું બે દિવસનું અલ્ટીમેટમ

Advertisement
Advertisement

હળવદમા પાલિકાના બુલડોઝર નિચે સુઈને કરાયો ડિમોલેશનનો વિરોધ – પાલિકા તંત્ર કુણું પડ્યું આપ્યું બે દિવસનું અલ્ટીમેટમ

હળવદ શહેરમાં સામતસર તળાવમાં આશરે 100 વધુ કાચા ઝુંપડાઓમાં શ્રમિક પરિવારો વચ્ચે છે અને આ વર્ષોથી શ્રમિક પરિવારો જીરુના કાંધાના વ્યવસાય સાથે જોડાયેલા છે આમ તો નગરપાલિકા તંત્ર દ્વારા જ્યારે જ્યારે ડિમોલેશન કરવાનું સુરાતન ચડે ત્યારે સામતસર તળાવના વસતા શ્રમિક પરિવારોને નિશાન બનાવવામાં આવે છે શ્રમિક પરિવારો પાસેથી મળેલી માહિતી મુજબ ત્રણ દિવસ પહેલા નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની નોટિસ આપી હતી અને તેને લઈને જ આજે નગરપાલિકાનું બહાદુર તંત્ર બપોરના સમયે બુલડોઝર સાથે ઝૂંપડા તોડવાના કામગીરી શરૂ કરી હતી જેમાં થોડાક ઝૂંપડામાં બુલડોઝર પણ ફેરવી નાખવામાં આવ્યું હતું અને ઘરવખરી ધુણધાણી કરી નુકસાન પણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ આ કામગીરીનો શ્રમિક પરિવારોએ વિરોધ પણ દર્શાવ્યો હતો પરંતુ વિરોધ વધતા આખરે હળવદ પીઆઈ આર.ટી વ્યાસએ મધ્યસ્થી કરી હતી સમજાવટથી મામલો થાળે પડ્યો હતો જેમાં નગરપાલિકા ચીફ ઓફિસરે બે દિવસનો શ્રમિક પરિવારોને સમય આપ્યો હતો અને આ બે દિવસમા શ્રમિક પરિવારો કલેકટરને મળી યોગ્ય વ્યવસ્થાની માંગ કરવાની કરશે જોકે નગરપાલિકા તંત્ર આજે કામગીરી કરવાનો મૂડ બનાવ્યો હતો અને બુલડોઝર ફેરવવાનું શરૂઆત કરી દીધી હતી અને આ કામગીરી દરમિયાન એક મહિલાની તબિયત પણ લથડી હતી અને શ્રમિક પરિવારોએ બુલડોઝરના ટાયર નીચે સુઈ તેમ જ બાળકો અને મહિલાઓ બુલડોઝરના સુપડામાં બેસી ગયા હતા અને જેને લઈને જ સમજાવટ બાદ બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જોકે બે દિવસ બાદ નગરપાલિકા તંત્ર બુલડોઝર ફેરવી તમામ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરશે પરંતુ હળવદ નગરપાલિકામાં ઠેર ઠેર પાકા દબાણો થયા છે અને જે દબાણ હટાવવામાં નિષ્ફળ સાબિત થનાર નગરપાલિકા તંત્ર શ્રમિક પરિવારોના કાચા ઝૂંપડા તોડીને પોતાની બહાદુરી બતાવવાનું પ્રયત્ન કર્યો હતો. જોકે બે દિવસ બાદ કેવા પ્રકારની કામગીરી થશે અને થશે કે કેમ તે બે દિવસ બાદ ખબર પડશે હાલ તો શ્રમિક પરિવારોને બે દિવસનો સમય મળ્યો છે.

RELATED ARTICLES

Most Popular