HomeArticleહળવદના સામંતસર તળાવમાં જોવા મળ્યું ચાતક પક્ષી - ડૉ ચતુર ચરમારીએ કર્યું...

હળવદના સામંતસર તળાવમાં જોવા મળ્યું ચાતક પક્ષી – ડૉ ચતુર ચરમારીએ કર્યું કેમેરામાં ક્લિક

Advertisement
Advertisement

હળવદના સામંતસર તળાવમાં જોવા મળ્યું ચાતક પક્ષી – ડૉ ચતુર ચરમારીએ કર્યું કેમેરામાં ક્લિક

હળવદ શહેરના ઐતિહાસિક સામંતસર તળાવ ખાતે ચાતક પક્ષી જાણિતા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ડૉ ચતુરભાઈ ચરમારીએ પોતાનાં કેમેરામાં ક્લિક કર્યુ હતું અને સામંતસર તળાવમાં દુર્લભ ચાતક પક્ષી જોવાં મળતાં પક્ષીપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચોમાસાની ઋતુ દરમિયાન જોવા મળતું આ પક્ષી પોતાની આગવી ઓળખ અને પ્રકૃતિ સાથેના સંબંધને કારણે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે.ચાતકને અંગ્રેજીમાં Jacobin cuckoo તરીકે ઓળખવામાં આવે છે. આ પક્ષીનો કાળો અને સફેદ રંગ, લાંબી પૂંછડી તથા માથા પરની કલગી જેવી વિશેષતા તેને અન્ય પક્ષીઓથી અલગ ઓળખ આપે છે. ગુજરાતમાં તેને વરસાદના આગમન સાથે જોડીને જોવામાં આવે છે.
ચાતક પક્ષી મુખ્યત્વે આફ્રિકાના પૂર્વ અને મધ્ય વિસ્તારોમાંથી ભારતીય ઉપખંડ તરફ ચોમાસા દરમિયાન સ્થળાંતર કરીને આવે છે. ભારતમાં ચોમાસાની શરૂઆત સાથે તેની હાજરી નોંધાય છે અને વરસાદની ઋતુ દરમિયાન ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં તે જોવા મળે છે.લોકમાન્યતા મુજબ ચાતક પક્ષી માત્ર આકાશમાંથી પડતા વરસાદી ટીપાંની જ રાહ જુએ છે અને તેના આગમનને વરસાદ સાથે સાંકળવામાં આવે છે.હળવદના સામંતસર તળાવ વિસ્તારમાં ચાતકના દર્શન થતાં વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ડૉ ચતુરભાઈ ચરમારીએ તેના ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. તળાવ વિસ્તારમાં પ્રવાસી પક્ષીઓનું આગમન હળવદની પ્રાકૃતિક સમૃદ્ધિનું પણ ઉદાહરણ પૂરું પાડે છે.

RELATED ARTICLES

Most Popular