HomeGujaratહળવદમા મળશે વધુ ગુણવત્તાસભર વીજ પુરવઠો - સાપકડા અને માણેકવાડા 66 કે.વી....

હળવદમા મળશે વધુ ગુણવત્તાસભર વીજ પુરવઠો – સાપકડા અને માણેકવાડા 66 કે.વી. સબસ્ટેશન ખાતે 5-5 નવા ફીડર કાર્યરત કરાયા

Advertisement
Advertisement

હળવદમા મળશે વધુ ગુણવત્તાસભર વીજ પુરવઠો – સાપકડા અને માણેકવાડા 66 કે.વી. સબસ્ટેશન ખાતે 5-5 નવા ફીડર કાર્યરત કરાયા

 

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો વધુ સુદ્રઢ, ગુણવત્તાસભર અને સતત મળી રહે તે હેતુસર સાપકડા અને માણેકવાડા ખાતે આવેલા 66 કે.વી. સબસ્ટેશનમાં 5-5 નવા ફીડરો કાર્યરત કરવામાં આવ્યા છે. ધાંગધ્રા-હળવદ વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે બંને સ્થળોએ નવા ફીડરોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નવા ફીડરો કાર્યરત થતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર સર્જાતી વીજ કાપની સમસ્યામાં ઘટાડો થવાની સાથે ખેતીવાડી અને ઘરવપરાશ માટે વધુ ગુણવત્તાયુક્ત તથા સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોને પૂરતા વોલ્ટેજ સાથે વીજળી ઉપલબ્ધ થતાં ખેતીકાર્યમાં પણ રાહત મળશે.
લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો, પદાધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન પીજીવીસીએલ વિભાગીય કચેરી હળવદના કાર્યપાલક ઈજનેર જે.એલ. બરંડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “છેવાડાના માનવી અને ખેડૂતો સુધી પૂરતા વોલ્ટેજ સાથે વીજળી પહોંચાડવી એ અમારી પ્રાથમિકતા છે. નવા ફીડરો કાર્યરત થવાથી સમગ્ર વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે.”
નવા ફીડરોના લોકાર્પણથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાની ગુણવત્તામાં સુધારો થવાની સાથે ખેડૂતોને પણ લાભ મળશે. આ કામગીરી બદલ ગ્રામજનો અને ખેડૂતોએ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પીજીવીસીએલના અધિકારીઓ તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular