HomeArticleNEET (UG) 2026માં હળવદના તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થી કુશ સોલંકીની સિદ્ધિ, ઓલ ઈન્ડિયા...

NEET (UG) 2026માં હળવદના તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થી કુશ સોલંકીની સિદ્ધિ, ઓલ ઈન્ડિયા 168મો રેન્ક

Advertisement
Advertisement

NEET (UG) 2026માં હળવદના તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થી કુશ સોલંકીની સિદ્ધિ, ઓલ ઈન્ડિયા 168મો રેન્ક

હળવદ: તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થી કુશ સોલંકીએ NEET (UG) 2026ની પરીક્ષામાં 610 ગુણ મેળવી સમગ્ર દેશમાં 168મો ઓલ ઈન્ડિયા રેન્ક હાંસલ કરી હળવદ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે.
મૂળ રુસ્તમગઢ (સુરેલ), તા. પાટડીના રહેવાસી કુશ સોલંકી છેલ્લા 20 વર્ષથી હળવદમાં રહેતા પોતાના માતા-પિતા સાથે અભ્યાસ કરી રહ્યો છે. તેણે તક્ષશિલા વિદ્યાલયમાં નર્સરીથી ધોરણ-12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે.
કુશે વર્ષ 2025માં NEETની પરીક્ષા આપી હતી. તે દરમિયાન લાંબા સમય સુધી બીમાર રહેવા છતાં ધોરણ-12 સાયન્સમાં 99.55 પર્સેન્ટાઇલ મેળવી અને NEETમાં 432 ગુણ સાથે હળવદમાં પ્રથમ તેમજ મોરબી જિલ્લામાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જોકે મનપસંદ MBBS કોલેજ ન મળતા તેણે એક વર્ષનો ડ્રોપ લઈને ફરી તૈયારી કરવાનો નિર્ણય કર્યો હતો.
પરિવાર અને શાળાના સંચાલકોના પ્રોત્સાહન સાથે કુશે સતત મહેનત કરી અને NEET (UG) 2026માં 610 ગુણ સાથે ઓલ ઈન્ડિયા 168મો રેન્ક મેળવ્યો. આ પરિણામ સાથે તેણે હળવદમાં પ્રથમ તેમજ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનું શાળા દ્વારા જણાવાયું છે.
વિદ્યાર્થીની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ તક્ષશિલા વિદ્યાલયના એમ.ડી. મહેશભાઈએ મોમેન્ટો અર્પણ કરીને કુશનું સન્માન કર્યું હતું. શાળાના પ્રિન્સિપાલ એ.ડી. સર, સંચાલક રમેશ સર તથા પ્રમુખ ડાયાભાઈ ગરધરિયાએ અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Most Popular