HomeCrimeહળવદ શહેરમાં જુગારધામ પર પોલીસનો દરોડોમા 10 જુગારીઓ ઝડપાયા

હળવદ શહેરમાં જુગારધામ પર પોલીસનો દરોડોમા 10 જુગારીઓ ઝડપાયા

Advertisement
Advertisement

હળવદ શહેરમાં જુગારધામ પર પોલીસનો દરોડોમા 10 જુગારીઓ ઝડપાયા

હળવદ શહેરમાં ચાલતા જુગારધામ પર હળવદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ગંજીપત્તાના પાનાં વડે જુગાર રમતા કુલ 10 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 1,03,300 સહિત જુગારમાં વપરાતા સાધનો કબજે કર્યા હતા.
મળતી માહિતી મુજબ, પી.આઈ. આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાં જીતેન્દ્રસિંહ પરમાર, લગધીરસિંહ હનુભા ઝાલા, પ્રકાશભાઈ દિનેશભાઈ અદગામા, કાળુભાઈ રતનાભાઈ કણઝરીયા, મહેશભાઈ ટીનાભાઈ થરેસા, અનિલભાઈ જયંતિભાઈ સનુરા, સુરેશભાઈ સિધાભાઈ ભદ્દેશિયા, રાજુભાઈ સમરથભાઈ કાકરેચા, જેસિંગભાઈ કરશનભાઈ ભુંભરીયા અને ઝાલાભાઈ હિંદુભાઈ જાદવને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે દરોડા દરમિયાન કુલ 1,03,300ની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular