HomeCrimeહળવદ સ્મશાનમાંથી લોખંડની ખાટલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

હળવદ સ્મશાનમાંથી લોખંડની ખાટલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

Advertisement
Advertisement

હળવદ સ્મશાનમાંથી લોખંડની ખાટલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

હળવદ શહેરમાં આવેલા સ્મશાનમાંથી લોખંડની ખાટલી ચોરીના ગુનાનો હળવદ પોલીસે ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે વધુ એક આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ  કિરણભાઈ જીવણભાઈ બારણીયાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે હળવદ-અમદાવાદ હાઈવે પર જિયો પેટ્રોલ પંપ નજીક આવેલા સ્મશાનમાંથી અંદાજિત રૂ. 50 હજારની કિંમતની લોખંડની ખાટલી અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા.
ફરિયાદના આધારે હળવદ પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે હિંમત કાનજીભાઈ પરમાર અને પૂનમ દેવજીભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી કાંતિ ઉર્ફે કાનોને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલી લોખંડની ખાટલીના ટુકડાઓ તેમજ લોખંડની જાળીના કટકાઓ સહિત અંદાજિત રૂ. 50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપીઓ સામે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular