HomeCrime'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ હળવદ પોલીસે રૂ. 3.80 લાખના 19 ગુમ...

‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ હળવદ પોલીસે રૂ. 3.80 લાખના 19 ગુમ મોબાઇલ શોધી માલિકોને પરત અપાયા

Advertisement
Advertisement

‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ હળવદ પોલીસે રૂ. 3.80 લાખના 19 ગુમ મોબાઇલ શોધી માલિકોને પરત અપાયા

હળવદ: રાજ્ય સરકારના ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત હળવદ પોલીસે ટેક્નોલોજીની મદદથી નોંધપાત્ર કામગીરી કરી છે. CEIR (Central Equipment Identity Register) પોર્ટલના ઉપયોગથી વિવિધ સ્થળોએ ગુમ થયેલા કુલ 19 મોબાઇલ ફોન શોધી કાઢી તેમના અસલ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. પરત અપાયેલા મોબાઇલની કુલ અંદાજિત કિંમત રૂ. 3,80,961 હોવાનું પોલીસે જણાવ્યું છે. CEIR પોર્ટલમાં નોંધાયેલી અરજીઓનું સતત મોનિટરિંગ અને ટેક્નિકલ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેના આધારે ગુમ થયેલા મોબાઇલ ટ્રેસ કરવામાં સફળતા મળી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર આર. ટી. વ્યાસના સુપરવિઝન હેઠળ હાથ ધરાયેલી કાર્યવાહીમાં વિવિધ કંપનીઓના 19 મોબાઇલ ફોન રિકવર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ મોબાઇલ તેમના અસલ માલિકોને પરત સોંપવામાં આવતા અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
હળવદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે મોબાઇલ ફોન ગુમ થાય અથવા ચોરી થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી CEIR પોર્ટલ મારફતે ફરિયાદ નોંધાવે, જેથી ટેક્નોલોજીની મદદથી મોબાઇલ ઝડપથી શોધી શકાય. પોલીસની આ કામગીરીથી “પોલીસ પ્રજાની મિત્ર”ની છબી વધુ મજબૂત બની હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular