HomeNationalહળવદની આસ્થા સ્પિન્ટેક્સ પ્રા. લિ. હવે લિમિટેડ કંપની બનવા તરફ, 1500થી વધુ...

હળવદની આસ્થા સ્પિન્ટેક્સ પ્રા. લિ. હવે લિમિટેડ કંપની બનવા તરફ, 1500થી વધુ મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય ગેટ-ટુ-ગેધર યોજાયું

Advertisement
Advertisement

હળવદની આસ્થા સ્પિન્ટેક્સ પ્રા. લિ. હવે લિમિટેડ કંપની બનવા તરફ, 1500થી વધુ મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય ગેટ-ટુ-ગેધર યોજાયું

હળવદ: હળવદ સ્થિત આસ્થા સ્પિન્ટેક્સ પ્રા. લિમિટેડ હવે લિમિટેડ કંપની તરીકે નવા અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહી છે. સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ પૂર્વે કંપની દ્વારા ભવ્ય ગેટ-ટુ-ગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 1500થી વધુ મહેમાનો ઉપસ્થિત રહી કંપનીને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં કંપનીના પ્રણેતા તથા પાટીદાર સમાજના અગ્રણી જશુભાઈ પટેલ, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, અજંતા ગ્રુપના જયસુખભાઈ પટેલ, ડીજીપી વિજયભાઈ જાની, ટાવરવાળા મંદિરના ભક્તિનંદન સ્વામી, ધ્રાંગધ્રાના જયેશભાઈ પટેલ, ધીરુભા ઝાલા તેમજ હળવદ એપીએમસીના ચેરમેન રજનીભાઈ સંઘાણી સહિત ઉદ્યોગ, રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગભાઈ, વિવેકભાઈ અને જયભાઈએ આસ્થા સ્પિન્ટેક્સની વિકાસયાત્રા, કંપનીની કામગીરી, ભાવિ આયોજન અને સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
ઉપસ્થિત મહેમાનોએ કંપનીની અત્યાર સુધીની સફળ કામગીરીને બિરદાવી હતી અને લિમિટેડ કંપની તરીકે નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

RELATED ARTICLES

Most Popular