ધો.10માં તક્ષશિલા સંકુલનો ડંકો : 7 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે મોખરે
તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10 (SSC)ના પરિણામમાં હળવદ સ્થિત તક્ષશિલા સંકુલે ઉત્કૃષ્ટ પરિણામ નોંધાવી શિક્ષણક્ષેત્રે આગવું સ્થાન મેળવ્યું છે. સંકુલના કુલ 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.
વિદ્યાર્થી મૈત્રી કપિલભાઈ વિડજાએ 98.50 ટકા સાથે A1 ગ્રેડ મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ઉપરાંત પ્રિયા ભરતભાઈ, હાર્દિક ભીખાભાઈ, સાહિલ સુરેશભાઈ, ઉર્મિલા રમણિકભાઈ, જયદીપ દિનેશભાઈ અને વિદ્યા કિશોરભાઈએ પણ A1 ગ્રેડ મેળવી સંસ્થાના પરિણામમાં ચાર ચાંદ લગાવ્યા છે.
આ ઉપરાંત વિરલ નવઘણભાઈ, કર્મ દિનેશભાઈ, કૃષિ ખીમજીભાઈ, વિજય નારણભાઈ અને સાવન ગોપાલભાઈએ A2 ગ્રેડ મેળવી ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના એમડી ડો. મહેશ પટેલ તથા સંચાલક રમેશ કૈલાએ રેન્કર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી અનોખી રીતે બંગાળી વાનગી ‘ઝાલમુડી’ ખવડાવી તેમની ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થાના આ ઉત્કૃષ્ટ પરિણામથી સમગ્ર હળવદ પંથકમાં આનંદની લાગણી વ્યાપી છે.


