HomeGujaratકચ્છના નાના રણમાં પવન-માવઠાનો કહેર, અગરીયાઓને ભારે નુકસાન

કચ્છના નાના રણમાં પવન-માવઠાનો કહેર, અગરીયાઓને ભારે નુકસાન

Advertisement
Advertisement

કચ્છના નાના રણમાં પવન-માવઠાનો કહેર, અગરીયાઓને ભારે નુકસાન

કચ્છના નાના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરીયાઓ પર ફરી એકવાર કુદરતી આફત તૂટી પડી છે. વહેલી સવારે ફૂંકાયેલા ભારે પવનના કારણે અગરીયાઓની સોલાર પેનલો, રહેવા માટે બનાવેલાં ઝૂપડાં તેમજ દૈનિક વપરાશની ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે.
હળવદ, માળીયા અને ધ્રાંગધ્રા તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં અગરીયાઓ નાના રણમાં જઈ મીઠું પકવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કમોસમી વરસાદ અને અનિશ્ચિત બજારભાવને કારણે તેઓ સતત આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.
અગાઉ પણ માવઠાના કારણે મીઠાના પાટિયા બગડવાના બનાવો બનતા રહ્યા છે, જ્યારે આ વખતે ભારે પવનના કારણે સોલાર પેનલોને નુકસાન થતાં મીઠું પકવવાની પ્રક્રિયા પર સીધી અસર પડી છે. સાથે જ ઝૂપડાં તૂટી પડતાં અગરીયાઓને રહેવા માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે.
વારંવાર આવતી આવી આફતોને કારણે અગરીયાઓની મહેનત એળે જતી હોવાની સ્થિતિ સર્જાઈ છે, અને તેમની આર્થિક હાલત વધુ કફોડી બની રહી છે. અગરીયાઓ દ્વારા સરકાર પાસે નુકસાનનું સર્વે કરી યોગ્ય વળતર અને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

RELATED ARTICLES

Most Popular