HomeCrimeહળવદના ધનાળા પાસે માટીનું ખનન કરતા ચાર ટ્રેક્ટર અને એક લોડર પોલીસે...

હળવદના ધનાળા પાસે માટીનું ખનન કરતા ચાર ટ્રેક્ટર અને એક લોડર પોલીસે કર્યા ડીટેન

Advertisement
Advertisement

હળવદના ધનાળા પાસે માટીનું ખનન કરતા ચાર ટ્રેક્ટર અને એક લોડર પોલીસે કર્યા ડીટેન

હળવદમાં ગેરકાયદે માટી માફિયાઓ પર પોલીસનો કડક પ્રહાર થયો છે. ધનાળા ગામની સીમમાં બેફામ રીતે ચાલતા માટીના ખનન પર હળવદ પોલીસ તૂટી પડી હતી. પીઆઈ આર.ટી. વ્યાસના નેતૃત્વમાં પાડવામાં આવેલા તાબડતોબ દરોડામાં ગેરકાયદે ખોદકામ કરતા ચાર ટ્રેક્ટર અને એક લોડરને પોલીસે જપ્ત કરી દીધા હતા.
માટી માફિયાઓ બેફિકર બની કાયદાનો ભંગ કરી રહ્યા હતા ત્યારે પોલીસની આ કાર્યવાહીથી ખનન મફિયાઓમાં હડકંપ મચી ગયો છે. પોલીસેઘટના સ્થળે જ ખોદકામ બંધ કરાવી આગળની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક સ્તરે લાંબા સમયથી ચાલતા ગેરકાયદે ખનન સામે હવે પોલીસ સખત મૂડમાં દેખાઈ રહી છે, જેનાથી ખનન તત્વોમાં ભયનો માહોલ ફેલાયો છે.

RELATED ARTICLES

Most Popular