HomeCrimeહળવદના રાણેકપરમા વાડી વાવતાં શ્રમિક પર જાતિ આધારિત હેરાનગતિ, એટ્રોસિટી એક્ટ હેઠળ...

હળવદના રાણેકપરમા વાડી વાવતાં શ્રમિક પર જાતિ આધારિત હેરાનગતિ, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ

Advertisement
Advertisement

હળવદના રાણેકપરમા વાડી વાવતાં શ્રમિક પર જાતિ આધારિત હેરાનગતિ, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ

હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં ભાગિયા તરીકે વાડી વાવતાં એક શ્રમિકને જાતિ આધારિત અપમાન અને હેરાનગતિનો સામનો કરવો પડ્યાનો મામલે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના વતની મુકેશભાઈ કાંતિલાલ ભીલ ઉ.વ. 44, છેલ્લા કેટલાક વર્ષોથી ભાગિયા તરીકે કામ કરતા હતા.આ દરમિયાન આરોપી કરશનભાઈ લાલજીભાઈ પટેલ દ્વારા મુકેશભાઈને સુખદેવભાઈની વાડી છોડી દેવાં માટે કહેલું હતું પરંતુ વાડી નહીં છોડતા ધમકી આપવામાં આવી હતી વધુમાં આરોપીએ પોતાની કાર મુકેશભાઈ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પથ્થર મારી જાતિ આધારિત અપમાનજનક શબ્દો બોલી હેરાનગતિ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર બનાવ અંગે મુકેશભાઈ ભીલ દ્વારા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કરશનભાઈ લાલજીભાઈ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular