HomeArticleહળવદની તક્ષશિલા સંકુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

હળવદની તક્ષશિલા સંકુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

Advertisement
Advertisement

હળવદની તક્ષશિલા સંકુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

ક્વિઝ, વક્તૃત્વ, ચાર્ટ મેકિંગ અને મોડેલ બનાવવાની સ્પર્ધા યોજાઈ

“ રામજીદાદાની નિશાળ “ હેઠળ હળવદના નિવૃત કેળવણી નિરીક્ષક રામજીભાઈ જાકાસણિયાએ જીરો બજેટ થીમ મુજબ વિવિધ પ્રયોગો કરાવ્યા

વિજ્ઞાન ગુર્જરી- સુરેન્દ્રનગર દ્વારા આયોજિત હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા. પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી ડો સી વી રામન્ અને તેમણે કરેલ શોધ “ રામન ઈફેક્ટ “ વિશે વકતૃત્વ સ્પર્ધા, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે જરુરી વિજ્ઞાનના વિવિધ મોડેલ અને ચાર્ટ બનાવવાની સ્પર્ધા પણ યોજાઈ. આ પ્રયોગો વિદ્યાર્થીઓએ પોતાના ઘરમાં અને આસપાસના વેસ્ટમાંથી બેસ્ટ થીમ હેઠળ ઝીરો બજેટમાં કર્યા તેથી વિજ્ઞાન ગુર્જરી ના સંયોજક આરતીબેન દવેએ ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.

વિજ્ઞાન દિવસના વિજેતા

ક્રમ સ્પર્ધાનું નામ નંબર વિદ્યાર્થીનું નામ 1 વકતૃત્વ સ્પર્ધા પ્રથમ લખતરિયા ભૂમિ

2 દ્વિતિય શિહોરા ઉર્વી

૩ ચાર્ટ મેકિંગ પ્રથમ વણોદિયા સ્મિત/અમૃતિયા ધરમ

4 દ્વિતિય દુધરેજીયા ગોપી/કાચરોલા હેત્વી/સોલંકી તમન્ના

5 મોડેલ મેકિંગ પ્રથમ રાઠોડ ભવ્ય/ડાભી સુમિત/રાઠોડ તરુણ

6 દ્વિતિય એરવાડિયા યુગ

RELATED ARTICLES

Most Popular