હળવદમાંથી પસાર થતી ત્રણેય કેનાલ ઉનાળામાં ચાલુ રાખવાની માંગ કરતા – ભાજપ પ્રમુખ 
હળવદ તાલુકામાંથી મોરબી ,માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે અને ત્રણેય કેનાલોમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો પાણી લઈને પિયત કરે છે ત્યારે હવે ઉનાળુ વાવેતરનો સમય નજીક આવી ગયો છે ત્યારે કેનાલમાં પાણી ચાલુ રાખવાની ધારાસભ્ય પ્રકાશ વરમોરાને તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજારીયાએ રજૂઆત કરવામાં આવી છે વધુમાં રજૂઆતમાં જણાવ્યું છે કે ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ ગયો હતો ત્યારે ખેડૂતોએ આ નુકસાન ભરપાઈ કરવા માટે ઉનાળો વાવેતર કરવાની આશા બંધાણી છે ત્યારે તાલુકામાંથી પસાર થતી કેનાલો બંધ કરવાથી ખેડૂતો નુકસાન તેમજ પિવાના પાણીનો પ્રશ્ન ઉઠી શકે તેમ છે ત્યારે આ ત્રણેય કેનાલો ચાલુ રાખવા માટે તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજારીયાએ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને લેખિતમાં રજૂઆત કરી છે.


