સુંદરગઢના નામચીન બુટલેગર રમણીક ઉર્ફે બુધાની ધરપકડ – એક દિવસનાં રિમાન્ડ મંજૂર
હળવદમાં દેશી અને અંગ્રેજી દારૂને ઝડપી પાડવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામથી પાંડાતીરથ જવાના રસ્તે કેનાલ પાસે દરોડો પાડતા જમીનમાં કેરબામાં દાટેલી અંગ્રેજી દારૂની 30 બોટલ મળી આવી છે જોકે આ દરોડામાં સુંદરગઢનો નામચીન બુટલેગર રમણીક ઉર્ફે બુધો અવસર ભાઈ હાજર નહીં મળતા પોલીસે ફરાર બુટલેગરને ઝડપવામાં ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે પોલીસે ગતકાલે રમણીક ઉર્ફે બુધાની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરતા એક દિવસનાં રિમાન્ડ મંજૂર કરાયા હતા.હળવદ પોલીસ દ્વારા 31 ડિસેમ્બર નજીક આવતાં જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સુંદરગઢના નામચીન બુટલેગર રમણીક ઉર્ફે બુધાની અંગ્રેજી દારૂની બોટલ સંતાડીને રાખી હોવાની બાતમી મળતા પોલીસે 30 બોટલ કિંમત રૂપિયા 42 હજાર કબ્જે કરી આરોપી રમણીક ઉર્ફે બુધો અવચર ભાઈ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ફરાર આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે એક દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.


