હળવદમાં આઈ શ્રી સોનબાઈ માનું ભવ્ય મંદિર નિર્માણ આયોજન અને ચારણ સમાજના હોદ્દેદારોની કરાઈ વરણી
મોરબીનાં હળવદમાં ચારણ સમાજની મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈ શ્રી સોનબાઈ માનું મંદિર તેમજ ચારણ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
હળવદ શહેરમાં ક્રોસ રોડ કૉમ્પ્લેક્સમાં CA ભગીરથદાન ટાપરિયાની ઓફિસ ખાતે ચારણ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારણ સમાજના તમામ આજુબાજુના ગામના ભાઈઓએ હાજરી આપી હતી ખાસ ચારણ સમાજની મિટિંગમાં મહેશભાઈ સિંધવ દ્વારા આઇશ્રી સોનબાઈ માઁના ભવ્ય મંદિર જમીનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તો સાથે આગામી દિવસોમાં ટોટલ દોઢ વિઘા જમીનમાં ફેન્સિંગ કરી આઈ માઁની આગામી સોનલ બીજ એજ જમીન ઉપર ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું સાથે ચારણ સમાજના પ્રમુખ તરીકે યોગેશદાન જીતસંગ મહેડુ (વેગડવાવ) ઉપ પ્રમુખ તરીકે યોગેશદાન કિશોરદાન ટાપરિયા (ચાડધ્રા) ખજાનચી ભગીરથદાન પરબતસંગ ટાપરિયા (ચાડધ્રા) મેનેજિંગ ટ્રસ્ટી મેહુલભાઈ દાંતી તથા સેક્રેટરી રણજીતદાન ઉમેદસિંહ રોહડીયા તથા વાઇસ સેક્રેટરી તરીકે ભૂપતદાન આવડદાન રોહડીયાની નિમણૂક કરવામાં આવી હતી.આગામી દિવસોમાં આઈ સોનબાઈ માંનું ભવ્ય મંદિર નિર્માણ થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.


