HomeCrimeહળવદના કેદારીયા પાસે વેપારીએ ઝેરી દવા પી આપઘાત કેસમાં 10 સામે...

હળવદના કેદારીયા પાસે વેપારીએ ઝેરી દવા પી આપઘાત કેસમાં 10 સામે ફરિયાદ દાખલ

Advertisement
Advertisement

હળવદના કેદારીયા પાસે  વેપારીએ ઝેરી દવા પી આપઘાત કેસમાં 10 સામે ફરિયાદ દાખલ

હળવદ શહેરના સરા રોડ પર રહેતા નવનીત ભાઈએ થોડા દિવસો પહેલા કેદારીયા પાસે કારખાનામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો અને આ કેસમાં મૃતક નવનીત ભાઈની પત્નીએ 10 સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ પર આવેલ ઉમા સોસાયટીમાં રહેતા હંસાબેન નવનીતભાઈ આદ્રોજાએ હળવદ પોલીસ મથકે આરોપી શરદ વાલજીભાઈ પટેલ, સુરેશ વાલજીભાઈ પટેલ, ભરત ગાડુભાઈ ભટાસણા, અનિલ મંગલ, સૌરભ રાઠી, ગજાનંદ જોશી, ગીરીશ મહેશ્વરી,ઘેટીદાદા, જગદીશ, રામજીભાઈ અને તપાસમાં ખુલે તે તમામ શખ્સો સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના પતિને આરોપી શરદભાઈ પાસે તેમજ સુરેશભાઈ પાસેથી લીધેલ જમીનના બધા રૂપિયા ચૂકવી આપવા છતાં જમીનનો દસ્તાવેજ ન કરી આપી તથા વધારે એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી સાથે આરોપી ભરતભાઈ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા જે ચૂકવણી કરી આપવા છતાં વધારે રૂપિયાની ઉઘરાણી કરી હતી તથા આરોપી અનિલ અને ગજાનંદે બંને વેપાર ધંધામાં બાકી રૂપિયાની ઉઘરાણી કરતા હોય અને ધાક ધમકી આપતા હોય સાથે આરોપી સૌરભ તથા ગીરીશભાઈએ વેપાર ધંધાના બાકી રૂપિયા બાબતે ઉઘરાણી કરી અને માનસિક ત્રાસ આપતા હોય અને જેથી કરીને કંટાળી જઈને નવનીત ભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા હાલમાં હળવદ પોલીસ મથકે 10 સામે ફરિયાદ નોંધાય છે વધુમા કેદારીયા પાસે વેપારીએ નવનીત આદ્રોજાએ 17ના રોજ કરી લેતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

RELATED ARTICLES

Most Popular