HomeBussinessહળવદ નગરપાલિકા કોમ્પલેક્ષને વિનિયમિત કરવાની સરકારની મંજૂરી- ૧૪૦ દુકાનો ધરાવતા કોમ્પલેક્ષને નિયમિતતા...

હળવદ નગરપાલિકા કોમ્પલેક્ષને વિનિયમિત કરવાની સરકારની મંજૂરી- ૧૪૦ દુકાનો ધરાવતા કોમ્પલેક્ષને નિયમિતતા મળવાનો માર્ગ મોકળો, વેપારીઓમાં આનંદ

Advertisement
Advertisement

હળવદ નગરપાલિકા કોમ્પલેક્ષને વિનિયમિત કરવાની સરકારની મંજૂરી- ૧૪૦ દુકાનો ધરાવતા કોમ્પલેક્ષને નિયમિતતા મળવાનો માર્ગ મોકળો, વેપારીઓમાં આનંદ

હળવદ: હળવદ શહેરના વેપારીઓ તથા નગરજનો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હળવદ નગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલા નગરપાલિકા કોમ્પલેક્ષને વિનિયમિત કરવા અંગે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી સંકળાયેલા દુકાનધારકો માટે નિયમિતતા અને વ્યવસ્થાનો માર્ગ મોકળો થયો છે.
હળવદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ૭૦ તથા પ્રથમ માળે ૭૦ મળી કુલ ૧૪૦ દુકાનો બનાવવામાં આવી છે. જ્યારે આ કોમ્પલેક્ષ માટે સરકાર દ્વારા કુલ ૫,૪૩૫.૬૦ ચોરસ મીટર જમીન હળવદ નગરપાલિકાને ફાળવવામાં આવી હોવાનું જાણવવામા આવ્યું છે.
કોમ્પલેક્ષને વિનિયમિત કરવા માટે મંજૂરી મેળવવા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા હળવદ નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ દ્વારા સરકાર સમક્ષ સતત રજૂઆતો અને પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમના પ્રયાસોના પરિણામે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા દુકાનધારકો અને વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
સરકારની મંજૂરી બાદ આગામી સમયમાં જાહેર હરાજી મારફતે તમામ દુકાનોનું વેચાણ કરવામાં આવશે, જેના કારણે શહેરમાં વેપાર-વાણિજ્યને વધુ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોમ્પલેક્ષમાં ૧૦૦થી વધુ વાહનોના પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થવાની હોવાથી વકીલો તેમજ સરકારી કચેરીઓને લગતા કામ માટે આવતા નગરજનો અને અરજદારોને પણ સુવિધા મળશે.

RELATED ARTICLES

Most Popular