HomeNationalહળવદમા ઘનશ્યામપુર ગામે તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

હળવદમા ઘનશ્યામપુર ગામે તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Advertisement
Advertisement

હળવદમા ઘનશ્યામપુર ગામે તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

હળવદ તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વર્ષે ઘનશ્યામપુર ગામે ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન હળવદના મામલતદાર એન આર રાઠોડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.
ઘનશ્યામપુર ગામે યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત હળવદ પીઆઈ આર.ટી વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ શિતલબેન કણઝરીયા, ઉપપ્રમુખ રમેશભાઈ, ગિરીશભાઈ લકુમ, મેરાભાઈ વિઠ્ઠલાપરા,ઘનશ્યામ પુર ગ્રામ પંચાયત સરપંચ, ઉપસરપંચ સહિત મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા અને રાષ્ટ્રગીતના ગુંજારવથી વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બન્યું હતું.આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તાલુકા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular