HomeCrimeહળવદના બુટવડા ગામે નદી કાંઠે વાડીનાં સેઢે જુગાર રમતા પાંચ ઝડપાયા

હળવદના બુટવડા ગામે નદી કાંઠે વાડીનાં સેઢે જુગાર રમતા પાંચ ઝડપાયા

Advertisement
Advertisement

હળવદના બુટવડા ગામે નદી કાંઠે જુગાર રમતા પાંચ ઝડપાયા

હળવદ તાલુકાના બુટવડા ગામે નદી કાંઠે વાડીના સેઢે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 51,300 સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની વિગતો મુજબ, બુટવડા ગામની સીમમાં નદી કાંઠે આવેલી વાડીના સેઢે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરમિયાન શામજીભાઈ મોહનભાઈ લોદરીયા, ગણેશભાઈ શંકરભાઈ લોદરીયા, મહેશભાઈ કાનજીભાઈ ઉડેચા, તુલસીભાઈ ચતુરભાઈ સુરાણી અને મેરાભાઈ લખમણભાઈ નંદેસરીયા જુગાર રમતા મળી આવતા પોલીસે ઝડપી પાડ્યા હતા.
પોલીસે પાંચેય શખ્સો પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular