ઘનશ્યામપુરમાં પોલીસે દરોડો પાડી 94 બોટલ દારૂ ઝડપ્યો
હળવદ: હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પડતર મકાનમાંથી રૂ.13,160ની કિંમતનો 94 બોટલ અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ઘનશ્યામપુર ગામના લાલજીભાઈ રાઠોડ પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલા પડતર મકાનમાં ગેરકાયદેસર રીતે અંગ્રેજી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે ઘનશ્યામપુર ગામની શેરીમાં આવેલા પડતર મકાનમાં દરોડો પાડતા ત્યાંથી અંગ્રેજી દારૂની 94 બોટલ મળી આવી હતી. પોલીસે કુલ રૂ.13,160ના મુદ્દામાલ સાથે આરોપી લાલજીભાઈ બનુભાઈ રાઠોડને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


