હળવદમા લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું – પોલીસ ફરીયાદ દાખલ
હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. હળવદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે પોલીસે આરોપી ગૌરાંગભાઈ હસમુખભાઈ બાવાજી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું મુજબ, આરોપી સાથે પરિચય થયા બાદ બંને વચ્ચે મોબાઈલ ફોન તથા વોટ્સએપ મારફતે વાતચીત થતી હતી. આ દરમિયાન આરોપીએ યુવતીને પોતાની સાથે લગ્ન કરવાની તેમજ રાજકોટમાં મકાન રાખીને સાથે રહેવાની લાલચ આપી હતી. ત્યારબાદ યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીએ બાદમાં પણ યુવતી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
દરમિયાન આરોપીએ પોતે પરણિત અને ત્રણ સંતાનોનાં પિતા હોવાં છતાં પણ લગ્નની લાલચ આપી યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા ત્યારબાદ યુવતી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. સમગ્ર બનાવ અંગે યુવતીએ પરિવારજનોને જાણ કર્યા બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે


