HomeGujaratહળવદના ડૉ. ચતુરભાઈ ચરમારી અને વિશાલભાઈ જયસ્વાલે જર્નાલિઝમમાં માસ્ટર ડિગ્રી મેળવી

હળવદના ડૉ. ચતુરભાઈ ચરમારી અને વિશાલભાઈ જયસ્વાલે જર્નાલિઝમમાં માસ્ટર ડિગ્રી મેળવી

Advertisement
Advertisement

હળવદના ડૉ. ચતુરભાઈ ચરમારી અને વિશાલભાઈ જયસ્વાલે જર્નાલિઝમમાં માસ્ટર ડિગ્રી મેળવી

પ્રજાના પ્રશ્નોને વાચા આપતા અને સમાજના અરીસા સમાન ગણાતા પત્રકારત્વ ક્ષેત્રે હળવદ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. હળવદના બે યુવા પત્રકાર ડૉ. ચતુરભાઈ ચરમારી અને વિશાલભાઈ જયસ્વાલે માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (MJMC) ની ડિગ્રી પ્રાપ્ત કરીને હળવદના પ્રથમ માસ્ટર ડિગ્રીધારક પત્રકાર બનવાનો ગૌરવ મેળવ્યો છે.
રાજકોટ ખાતે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જાહેર થયેલા પરિણામમાં બંને સફળ થતાં પત્રકારત્વ જગત તેમજ હળવદ શહેરમાં ખુશીની લાગણી પ્રસરી છે. બંનેને સોશિયલ મીડિયા સહિત વિવિધ ક્ષેત્રના લોકો અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા.
ડૉ. ચતુરભાઈ ચરમારી હાલમાં ગુજરાત મિરર દૈનિક અને નજર હળવદની (સોશિયલ મીડિયા)સાથે જોડાયેલા છે, જ્યારે વિશાલભાઈ જયસ્વાલ VTV NEWS માં રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. બંને છેલ્લા ઘણા સમયથી હળવદ તથા આસપાસના વિસ્તારોના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને અસરકારક રીતે ઉજાગર કરી રહ્યા છે.
જર્નાલિઝમમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરીને હળવદના પત્રકારત્વ ક્ષેત્રમાં નવો માઈલસ્ટોન સ્થાપિત કરનાર આ બંને યુવા પત્રકારોની સિદ્ધિ અન્ય યુવા પત્રકારો માટે પ્રેરણારૂપ બની છે. વિવિધ સામાજિક, શૈક્ષણિક અને પત્રકાર સંગઠનો દ્વારા પણ બંનેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular