હળવદના ચરાડવામાં ગ્રામ પંચાયત સદસ્ય સહિત ત્રણ જુગાર રમતા ઝડપાયા
મોરબી જિલ્લા એલસીબી પોલીસે હળવદ તાલુકાના ચરાડવા ગામમાં જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરતાં ગ્રામ પંચાયતના સદસ્ય સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 61 હજારની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ચરાડવા ગામમાં આવેલી એક ટ્રાવેલ્સની ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ચરાડવા ગ્રામ પંચાયતના સદસ્ય વિજય પટેલ, રફીક મોવર અને દિલીપ સોનગ્રાને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 61 હજારની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


