હળવદમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેનું સરપ્રાઈઝ નિરીક્ષણ, અરજદારો સાથે કર્યો સીધો સંવાદ
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે ગુરુવારે હળવદ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈને કામગીરીનું સઘન નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે હળવદ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટરો, વિવિધ શાખાઓ તેમજ પરિસરની તપાસ કરી પોલીસ સેવાઓ વધુ અસરકારક, સમયસર અને નાગરિકલક્ષી બને તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ કલેક્ટરે સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર તથા ઈ-ધરા કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી હતી. વિવિધ સેવાઓની કામગીરી અંગે માહિતી મેળવી કામગીરીનો તાગ મેળવ્યો હતો.
નિરીક્ષણ દરમિયાન કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કચેરીઓમાં હાજર અરજદારો સાથે સીધો સંવાદ સાધી તેમને મળતી સેવાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. સાથે જ નાગરિકોને સરળ, પારદર્શક અને સમયસર સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા.


