HomeReligionલોહાણા મહા પરિષદના હળવદ યુવા વિભાગની નવી કારોબારી જાહેર- રવિ કિશોરભાઈ ઠક્કર...

લોહાણા મહા પરિષદના હળવદ યુવા વિભાગની નવી કારોબારી જાહેર- રવિ કિશોરભાઈ ઠક્કર પ્રમુખ, રવિ રમેશભાઈ ખખ્ખર ઉપપ્રમુખ સહિત યુવા આગેવાનોને જવાબદારી

Advertisement
Advertisement

લોહાણા મહા પરિષદના હળવદ યુવા વિભાગની નવી કારોબારી જાહેર- રવિ કિશોરભાઈ ઠક્કર પ્રમુખ, રવિ રમેશભાઈ ખખ્ખર ઉપપ્રમુખ સહિત યુવા આગેવાનોને જવાબદારી

હળવદ : લોહાણા મહા પરિષદ દ્વારા હળવદ યુવા વિભાગની નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. સમાજમાં યુવા નેતૃત્વને વધુ સશક્ત બનાવવા વિવિધ હોદ્દાઓ પર યુવા આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે.
નવી કારોબારીમાં રવિ કિશોરભાઈ ઠક્કર (અનડકટ)ને પ્રમુખ તરીકે, રવિ રમેશભાઈ ખખ્ખરને ઉપપ્રમુખ તરીકે, જયદીપ ઘનશ્યામભાઈ માણેકને મંત્રી તરીકે તેમજ હર્ષ ચેતનભાઈ ભીંડોરાને સહમંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
નવી ટીમની જાહેરાત બાદ સમાજના આગેવાનો અને શુભેચ્છકોએ હોદ્દેદારોને અભિનંદન પાઠવી સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમાજના વિકાસ, એકતા અને યુવાનોના સર્વાંગી સશક્તિકરણ માટે નવી કારોબારી મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સન્ની ઠક્કર (ભવાની ફર્ટિલાઇઝર્સ) દ્વારા પણ નવી કારોબારીના તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે નવી ટીમ સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી સમાજનું ગૌરવ વધારશે તેવી આશા વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Most Popular